સુરત માંડવી એલસીબી પોલીસની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત માંડવી એલસીબી પોલીસની કાર્યવાહી
વીરપોર ખાતે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા માંડવીના વીરપોર ખાતેથી શ્રાવણિયો જુગાર રમતા પાંચને ઝડપી પાડ્યા અને એકને વોન્ટેડ જાહેર કર્યા.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને નાયબ પોલીસ મહનિરીક્ષક હિતેશકુમાર જોઈસર ના આદેશ અનુસાર સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.એલસીબી સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.સી. મસાણી અને એલસીબી શાખાના અ.હે.કો દિનેશભાઈ કાનજીભાઈ તથા અ.પો.કો અક્ષયભાઈ શંકરભાઈ તથા અ.પો.કો નરેશભાઈ હીરાભાઈ પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે માંડવી તાલુકાના વિરપોર ગામની સીમમાં આવેલા ગ્રીન વુડ વીલા ફાર્મ હાઉસના મકાન નંબર 66માં તીન પત્તીનો શ્રાવણીયો જુગાર એક ઈસમ રમાડી રહ્યો છે. આશિષભાઇ રમેશભાઇ ખુંટે આ મકાન ભાડે રાખીને અન્ય લોકોને જુગાર રમવા માટે બોલાવ્યા હતા. પોલીસે બાતમીના આધારે રેઇડ કરતાં સ્થળ પરથી પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાં કુલ રૂપિયા 4,93,540 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને ફાર્મ હાઉસ ના મેનેજમેન્ટ કરનાર ગૌતમ વઘાસિયા રહેવાસી કામરોજ જુગાર રમવા માટે મકાન ભાડે આપતો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *