સુરત ક્રાઈમ બ્રાન્ચે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
કાપોદ્રામાં શાકભાજીના વેપારીની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો
સુરતમાં કાપોદ્રામાં શાકભાજીના વેપારીની હત્યા કરવાના ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે , સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં શાકભાજી વેપારીને ગુમ થયાં અંગેની ફરિયાદ નોંધાય હતી અને ત્યારબાદ થોડા દિવસો પછી તેનો મૃતદેહ પીપોદરા વિસ્તારમાંથી મળ્યો હતો આ અંગે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાનુંનો ગુનો નોંધાયો હતો. પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી ત્યારે અન્ય એક આરોપી જય ઉર્ફે બાવો હરેશભાઈ લશ્કરીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરી ગેરેજમાં કામ કરતા નીતિશ બેઠાની બહેનને ભગાડીને લઈ ગયો હોવાના વહેમમાં તેના જીજાજી પ્રમોદ ચૌધરીનું કારમાં અપહરણ કરી અને ઢીકા મુકીનો માર માર્યો હતો અને તેમાં તેની હત્યા કરી લાશને સગેવગે પીપોદરા હાઈવે પર નહેરના પાણીમાં લાશ ફેંકી દીધી હતી. હાલ પોલીસે આ ગુનામાં જય ઉર્ફે બાવો હરેશભાઈ લશ્કરી અને અગાઉ મોહિત ભાણાની ધરપકડ કરી છે.