સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી
સુરતમાં મોબાઈલ ચોરી આચરતી ગેંગ ઝડપાઈ
આરોપીઓ 15 મોબાઈલ તથા એક બાઈક સાથે ઝડપાયા
આરોપીઓ વિરુદ્ધ સુરતમાં અનેક ગુનાઓ નોંધાયેલા

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે પોલીસે અલગ અલગ વિસ્તારમાં 50થી વધુ મોબાઈલ ફોનની લૂંટ કરનાર બે રીઢા આરોપીઓને 15 મોબાઈલ ફોન તથા એક બાઈક સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આ અંગે ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ફોનની લૂંટ કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પોલીસને સફળતા મળી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ ના જનરલ સ્ક્વોડ પોલીસની ટીમે આરોપી સાદીક ઉર્ફે કાલુ સલીમ શેખ અને લતીફ ઉસ્માન દિવાન નામના ઇસમોને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 15 મોબાઇલ અને બે બાઈક મળી 3,50,000 થી વધુ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે.

પકડાયેલા ઇસમોની પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ બંને ભેગા મળી વહેલી સવારના અંધારાનો લાભ લઇ બાઇક પર નીકળી મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરતા અને મોબાઈલ ફોનની લૂંટ કરી તે મોબાઈલ ફોન ને વહેંચી રૂપિયા ના ભાગ પાડતા હતા. આ રીતે તેઓએ અગાઉ આશરે 50 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો હાલમાં મળી આવેલા મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતા તેઓએ આ મોબાઈલ ફોન સુરતના લિંબાયત મોડેલ ટાઉન શ્યામધામ ચોક પાસેથી નાના વરાછા સરથાણા અમેઝિંગ સ્ટારની સામે મહાવીર ચોક પાસે વરાછા મુક્તિધામ અર્ચના સ્કૂલ પાસેથી અને અન્ય વિસ્તારોમાંથી લૂંટ કર્યા હોવાનું જણાવ્યું હતું. આરોપીઓ પકડાઈ જતા સુરતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 15 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.

પકડાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે જેમાં આરોપી સાદિક સલીમ શેખ વિરુદ્ધ સુરતના અમરોલી પોલીસ મથકમાં ચાર અડાજણ પોલીસ મથકમાં ત્રણ સિંગણપોર પોલીસ મથકમાં ત્રણ કાપોદ્રા પોલીસ મથકમાં બે ચોક બજાર પોલીસ મથકમાં બે લિંબાયત પોલીસ મથકમાં બે અને અઠવા ખટોદરા રાંદેર અને કતારગામ પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો છે જ્યારે આરોપી લતીફ ઉસ્માન દિવાન વિરુદ્ધ સુરતના અડાજણ પોલીસ મથકમાં બે ઉમરા પોલીસ મથકમાં બે સિંગણપોર પોલીસ મથકમાં બે કતારગામ કાપોદ્રા અમરોલી અને પુણા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *