સુરત : સીએમ ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ

Featured Video Play Icon
Spread the love

સુરત : સીએમ ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ
ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા ઉજવણી કરાઈ
આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણ સાથે બિસ્કીટ વિતરણ કરાઈ

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી અને સુરત શહેર ભાજપ પ્રમુખના જન્મ દિનની સુરતમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા ઉજવણી કરાઈ હતી અને આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણ સાથે બિસ્કીટ વિતરણ કરાઈ હતી.

ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકની આગેવાનીમાં આખા ગુજરાતમાં બક્ષીપંચ મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સુરત મહાનગર બક્ષીપંચ મોરચા દ્વારા ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ અને બિસ્કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અનિમેષ માળી, બક્ષીપંચ મોરચાના મહામંત્રી રામસિંગભાઈ ગોરીયા તથા બક્ષીપંચ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *