સુરેન્દ્રનગર તરણેતર ડ્રો મામલે કડક કાર્યવાહી.

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગર તરણેતર ડ્રો મામલે કડક કાર્યવાહી.
લકકી ડ્રો કેસમાં 6 લોકો સામે નાયબ કલેક્ટરે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યા.

સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપરમાં ગૌશાળા અને અનસોયા મંદિરના લાભાર્થે ટિકિટો વેચાણ કરી અને લકી ડ્રો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ લોભામણી સ્કીમો મૂકી અંદાજિત એક લાખથી વધુ ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું હતું, ડ્રો મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તરણતર ગામે એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને તંત્ર દ્વારા આવા કોઈપણ ડ્રો અંગેની મંજુરી આપવામાં આવી ન હતી, જેના કારણે આ આયોજન બંધ રાખવા માટેની પણ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ અનસોયા આશ્રમ ખાતે ગૌશાળા બનાવવા બાબતેની બહાનું કરીને લકી ડ્રોનું મહંત રામદાસબાપુ અને અન્ય 6 જેટલા વ્યક્તિઓ સાથે મળીને કર્યું હતું. ત્યાં આયોજનને અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન આ આયોજનની અંદર લકી ડ્રો અને પૈસાના વહિવટ બાબતે ગેરરીતિ થઈ હોવાનું ત્યાં એકત્રિત થયેલા લોકો અને ડ્રોની અંદર જે પણ વ્યક્તિઓ ભાગ લીધો હતો તેવા લોકોએ આક્ષેપ મુકવામાં આવ્યો છે. ત્યાં આયોજકો અને સામાન્ય લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને અટકાવવા માટે પોલીસે દરમિયાનગીરી કરી અને મંહત અને આયોજકોમાંથી એક લખધીર કારેલીયાને ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતાં અને તેમની જે પણ સાધન સામગ્રી છે એ બધી વસ્તુઓને સાથે રાખીને હાલમાં ત્યાં કેવા પ્રકારની શું વ્યવસ્થા હતી, ખરેખર કોઈ ગેરરીતી થઈ છે કે કેમ ?આ બાબતની તપાસ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યા બાદ આજ રોજ તરણેતર લકકી ડ્રો કેસમાં 6 લોકો સામે નાયબ કલેક્ટરે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યા કરતા કાર્યવાહી કરવામાં આવી છે

ડ્રોમાં થયેલા હોબાળાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પોલીસની ટીમના પગલે ડ્રોના સ્થળે નાસભાગ અને દોડાદોડી પણ થઈ જવા પામી હતી. એટલું જ નહીં પોલીસ ઉપર પથ્થર મારો થયા હોવાની અફવા પણ ઉડી હતી. જોકે, આ અંગે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, કોઈપણ પ્રકારનો પથ્થરમારો કરવામાં આવ્યો નથી. માત્ર લાભાર્થીઓને ડ્રોનો લાભ ન મળતા હોબાળો કરવામાં આવ્યો હતો અને મામલો શાંત પડવા જતાં નાસભાગ મચી ગઈ હતી,..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *