સુરત શહેરમાં ઝોન-5 વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં ઝોન-5 વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ
વિશેષ કોમ્બિંગ અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી
પોલીસ દ્વારા સતત કોમ્બિંગ અને ચેકિંગ અભિયાન

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સતત કોમ્બિંગ અને ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઝોન-5 વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરત પોલીસ કમિશનરના આદેશ અને માર્ગદર્શન મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઝોન-5 વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ અને વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ડીસીપી ઝાલા, એસીપી મોદી, પીઆઈ ટીબી પંડ્યા તેમજ પીઆઈ યુબી જોગરાણા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ, વાહનોના દસ્તાવેજોની ચકાસણી તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *