સુરતની સચીન જીઆઈડીસી પોલીસે 10 વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યા
મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત ચૌગડ ગેંગના સાગરીતને ઝડપ્યા
વોન્ટેડ આરોપી એવા વિલેશ ઉર્ફે વિલય જુગડીયા ચૌગડને ઝડપ્યો
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત ચૌગડ ગેંગના સાગરીતને ઝડપી પાડી 10 વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર ડામો, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન તરાડેના માર્ગદર્શન હેઠળ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો બરતસિંહ અને દિનેશને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત ચૌગડ ગેંગના વોન્ટેડ આરોપી એવા વિલેશ ઉર્ફે વિલય જુગડીયા ચૌગડને ઝડપી પાડ્યો હતો. આરોપી સચીન જીઆઈડીસી અને પાંડેસરાના 10 વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાની કબુલાત કરી હતી.
