મોરબીના શનાળા ગામ પાસે કરિયાણાના વેપારી સાથે લૂંટ

Featured Video Play Icon
Spread the love

મોરબીના શનાળા ગામ પાસે કરિયાણાના વેપારી સાથે લૂંટ
વેપારીની 3.50 લાખ ભરેલ થેલો લઈ અજાણ્યો શખ્સ ફરાર
પોલીસે સીસીટીવીસહિત વિવિધ દિશામાં તપાસ હાથ ધરી

 

મોરબી – રાજકોટ હાઇવે પર આવેલા શનાળા ગામ પહેલા આવેલા લીમડા વાડી મેલડી માતાજીના મંદિર પાસે રાત્રિના 10 વાગ્યાની આસપાસ એક યુવક 3.50 લાખ ભરેલી બેગ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો.

મોરબી – રાજકોટ હાઇવે પર આવેલા શનાળા ગામ પહેલા આવેલા લીમડા વાડી મેલડી માતાજીના મંદિર પાસે રાત્રિના 10 વાગ્યાની આસપાસ ઘનશ્યામભાઈ સૂરાણી નામનો યુવક તેના ઘરની સામેના ભાગે આવેલી લીમડા વાળા મેલડી માતાના મંદિર પાસે 3.50 લાખ ભરેલી એક બેગ સાથે ઉભો હતો તે દરમિયાન એક શખ્સે તેની પાસેથી થેલો ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો, યુવકે થેલો બચાવવા પ્રયાસ કર્યો હતો અને બન્ને વચ્ચે ઝપાઝપી પણ થઈ અને બેગ તૂટી જતા રૂપિયા ભરેલું બેગ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ઘનશ્યામભાઈએ બુમાબુમ કરી મૂકતા આસપાસના લોકો એકઠા થયા હતા પણ તે પહેલા બેગ છીનવી જનાર શખ્સ ગુમ થઈ ગયો હતો.

બનાવ બાદ યુવક અને કેટલાક લોકો ફરિયાદ નોંધાવવા એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સતર્ક થઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી હતી લૂંટ ચલાવનાર શખ્સ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતાકૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *