કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાસત્તાક પર્વ એ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા
સુરત શહેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં આન, બાન અને શાનથી ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા ના હસ્તે તિરંગાને સલામી અપાઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પણ જોડાયા હતાં. અને સૌએ સાથે મળી તિરંગાને સલામી આપી હતી. દર વર્ષે રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી.
