ઘોડદોડ રોડ પર 10 કરોડથી વધુના ખર્ચે બનશે આરસીસી રોડ

Featured Video Play Icon
Spread the love

ઘોડદોડ રોડ પર 10 કરોડથી વધુના ખર્ચે બનશે આરસીસી રોડ
શ્રીરામ ચોકથી ગીતા રેસ્ટોરન્ટ સુધી નવા રોડનું ખાતમુહૂર્ત
જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે રોડનું ખાતમુહૂર્ત સંપન્ન થયું

સુરતના ઘોડદોડ રોડ પર શ્રીરામ ચોકથી ગીતા રેસ્ટોરન્ટ સુધી હવે આરસીસી રોડ બનાવવામાં આવનાર હોય 10 કરોડથી વધુના ખર્ચે બનનારા આ રોડનું જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સુરતના ઘોડદોડ રોડને નવી સુવિધા મળશે કારણ કે શ્રીરામ ચોકથી ગીતા રેસ્ટોરન્ટ સુધી 10 કરોડથી વધુના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવશે. જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વરસાદી ઋતુમાં રોડ પર ખાડા પડવા અને રસ્તા તૂટી જવાની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળે તે હેતુથી સુરત મહાનગર પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પણ આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. ખાતમુહૂર્ત પ્રસંગે મેયર સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *