RBI લોનના વ્યાજદરમાં કરી શકે છે વધારો

Spread the love

અર્થશાસ્ત્રીઓના અનુમાન મુજબ બેકાબુ બની રહેલી મોંઘવારીને ડામવા આવતા અઠવાડિયા મળનારી RBI ની બેઠક બાદ બેંકોના વ્યાજદરમાં 0.25 ટકા સુધીના વ્યાજદરમાં વધારો થઈ શકે છે.

ભારતીય રિઝર્વ બેંકની મોનીટરી પોલીસી કમેટીની આવતા અઠવાડિયે મળનારી મિટિંગમાં નવા નાણાકીય વર્ષની પહેલી દ્વિમાસિક નાણાકીય સમીક્ષા કરવામાં આવશે. અર્થ શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ મિટિંગમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. જ્યારે રેપો રેટનો દર ઘટાડવાનો નિર્ણય 2023-24ના ત્રીજા ક્વાર્ટરના અંતે લેવામાં આવી શકે છે. રિઝર્વ બેંકની નાણીકીય નીતિ સમિતિની બેઠક 3 અપ્રિલથી 6 એપ્રિલ સુધી મળશે. બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત 6 એપ્રિલના રોજ કરશે. મળતી માહિતી મુજબ RBI ના અધિકારીઓએ મંગળવારે અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરી હતી જે દરમિયાન અર્થશાસ્ત્રીઓએ કેન્દ્રીય બેંકમાં રેપો રેટના દરમાં 0.25 ટકા વધારવાનું સૂચન કર્યું છે. RBI મોંઘવારીને કાબૂ કરવા માટે મે, 2022 માં નીતિગત રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. રેપો રેટમાં વધારો કરતા મોંઘવારીને કાબૂ કરવામાં મદદ મળશે.
હાલ ગ્રોથ ઓછો જોવા મળી રહ્યો છે જ્યારે મોંઘવારી ઘટવાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં રેપો રેટમાં ઘટાડો જોવા મળી શકે છે. ઉદાર વલણને છોડી દેવાનો નિર્ણય RBI નો ઉતાવળીયો નિર્ણય હોઈ શકે છે. વૃદ્ધિમાં નરમીનો સંકેત મળી રહ્યો છે જેના કારણે 2023-24માં વાસ્તિવિક રીતે GDP 6 ટકા રહી શકે છે. જે RBI અનુમાનથી ઓછી છે. RBI 2023-24 ના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં વૃદ્ધિની મંદી સ્પષ્ટ થાય અને ફુગાવો 5.5 થી 5.50 ટકા થઈ જાય ત્યારે દરોમાં 0.25 ટકાનો કરી શકે છે. પરિણામે 2023-24 ના અંતે પોલિસી રેટ 6.50 ટકા રહેશે, જે નાણાકીય વર્ષની શરૂઆતનો હતો.
વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિમાંમાં અનિશ્ચિતતાઓ છે અને આ તબક્કો અર્થતંત્રના ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. જો કે સારા સમાચાર એ છે કે US અને યુરોપમાં મુખ્ય આર્થિક સૂચકાંકો સુધરી રહ્યા છે.
જ્યારે બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઓછા વ્યાજે લોન મળે છે ત્યારે બેંકો ગ્રાહકોને ઓછા વ્યાજદરે લોન આપી શકે છે. એટલે કે જ્યારે રેપો રેટ ઓછો હોઈ ત્યારે હોમ – કાર અને પર્સનલ લોનના વ્યાજદર ઓછા હોય છે પણ જ્યારે રિઝર્વ બેંક રેપોરેટ વધારે છે ત્યારે બેંકો પણ ગ્રાહકો પાસેથી વધુ વ્યાજદર લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *