માંડવી ખાતે પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલી

Featured Video Play Icon
Spread the love

માંડવી ખાતે પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલી
કમોસમી વરસાદથી થયેલા પાક નુકશાન મુદ્દે કોંગ્રેસની રેલી

સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે આજરોજ પૂર્વ ધારાસભ્ય 157 માંડવી સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી આનંદભાઈ ચૌધરી ની અધ્યક્ષતા હેઠળ રેલી યોજવામાં આવી

માંડવી તાલુકામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન ન ની સરકાર દ્વારા તત્કાલિક ભરપાઈ કરવા બાબતે રેલી સુરત જિલ્લા પ્રમુખશ્રી આનંદભાઈ ચૌધરી ની અધ્યક્ષતામાં રેલી કાઢવામાં આવી હતી વોટ ચોરી સહી ઝુંબેશ ના બેનર હેઠળ રેલી નીકળી હતી. તાજેતરમાં થયેલ વરસાદને લઈને ખેડૂતોને ભારી નુકસાન થયું છે. ડાંગરના ઉભા પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો ખાતર, મોંઘો બિયારણ, અને મોંઘી દવાઓ નો ભાર સહન કરીને મહામહેનતે ઉગાડવામાં આવેલ માલ ને કમોસમી વરસાદને કારણે મોઢે થી કોળીઓ છીનવી લીધો છે. જેથી જગતનો તાત ગણાતો ખેડૂત લાચાર બન્યો છે. ખેડૂતો આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું હોય માંડવી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક સહાય આપવામાં આવે એવી રજૂઆત કરવા માટે માંડવી પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપ્યું હતું. આવેદન આપવા માટે અસરગ્રસ્ત ખેડૂતો સાથે માંડવી કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આનંદભાઈચૌધરી તથા વધેશિયાના સરપંચ શ્રી મિતલ ભાઈ દ્વારા જણાવ્યું હતું કે સરકાર આ બાબતે જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો ખેડૂતોના હિત માટેસુરત જિલ્લા કોંગ્રેસ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ આગામી દિવસોમાં કરશે. જોવું રહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને જગતના તાતને યોગ્ય સહાય આપશે કે કેમ ખેડૂતોને આર્થિક રીતે સહાય કરીને મદદરૂપ બનશે કે કેમ સરકાર દ્વારા સહાયના નામે અગાઉ વાયદાઓ નિષ્ફળ રહ્યા છે છતાં જગતનો તાત આશ લઈને બેઠો છે. શું ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસ ના સુત્રે ખારી ઉતરશે કે કેમ એ તો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *