સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ.

Featured Video Play Icon
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ.
સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે કરી વાત.
ટેલિફોનીક વાત કરી પરિસ્થિતિનો મેળવ્યો તાગ.

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ આગામી એક વાગ્યા માટે આગાહી કરવામાં આવી હતી. જેમાં સાત જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ, જ્યારે 18 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનીક વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે હવામાન વિભાગ અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, દાદરા અને નગર હવેલી, દમણ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનીક વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે 7 સપ્ટેમ્બર માટે જે 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાનો સમાવેશ થાય છે. જેની સાથે પાટણ, મહીસાગર અને ગાંધીનગર એવા જિલ્લા છે કે જેમની સરહદોને રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ અડે છે અને તેની અસર કેટલાક સ્થળો પર દેખાઈ રહી છે. આ સિવાય પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યાં છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની શક્યતાઓ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *