માંડવી પોલીસ તંત્ર ખાતે પીએસઆઇ રાઠવા વય નિવૃત્તિ
વય નિવૃત્તિના કારણે લાગણીસભર વિદાય અપાઈ.
માંડવી પોલીસ તંત્ર ના પી.આઈ જયેશભાઈ વડવીના અધ્યક્ષ સ્થાને પીએસઆઇ રાઠવા વય નિવૃત્તિના કારણે આજરોજ માંડવી પોલીસ તંત્રના સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
માંડવી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જયેશભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને પીએસઆઇ રાઠવા ને વય નિવૃત્તિના કારણે વિદાય સંભારમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગેના હસ્તે શ્રીફળ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પીઆઈ જયેશ વડવી તેમના જણાવ્યું હતું કે, રાઠવા મારા ગુરુ હોય તેમની પાસે મેં ઘણું શીખવા મળ્યું છે. હાલમાં તેઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા હોય તેમના આવનારો દિવસો સુખમય અને તેમનો તંદુરસ્તી સારી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. હેડ કોસ્ટેબલ મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે કાબુ મેળવવો એ એમની પાસેથી અમોને શિખવા મળ્યું છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સુંદર રીતે અને પ્રમાણિકતાથી એમને સેવા બજાવી છે.
કોઈપણ બંદોબસ્ત હોય તો સવારે 07:00 વાગ્યે હાજર થવાનું હોય રાઠવા સાહેબ 6.55 હાજર થઈ જઈ હતા.એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પીએસઆઇ રાઠવા સાહેબની માંડવીના પોલીસ તંત્રના તમામ કર્મીઓની કામગીરીની સરહના કરી હતી. પ્રસંગે તમામ પોલીસ સ્ટાફ ના દરેક કર્મચારીઓએ પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી તેમજ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા તથા માંડવી નગરના મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તથા નગરના પત્રકારો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. અંતે તમામ કર્મચારીઓએ પીએસઆઇ રાઠવા ને ગુલાબની પાંદડીઓ થી વધાવી લઈ સન્માનિત કર્યા હતા
