સુરતમાં જાહેર રસ્તા પર થતા દબાણ
દબાણ સામે પાલિકાએ લાલ આંખ કરી
ભટારમાં દબાણ શાખા દ્વારા ટ્રક ભરી માલ જપ્ત કર્યો
સુરતમાં જાહેર રસ્તા પર થતા દબાણ સામે પાલિકાએ લાલ આંખ કરી છે ત્યારે ભટારમાં દબાણ શાખા દ્વારા ટ્રક ભરી માલ જપ્ત કર્યો હતો.
સુરતના ભટારમાં ચાર રસ્તાથી બ્રેડલાઈનર સર્કલ જતા રોડ પર શાકભાજીઓના લારીઓના દબાણને લઈ પાલિકાનું દબાણ વિભાગ એક્શન મોડમાં આવી ગયુ હતું. અને જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો હોય જેના કારણે આ વિસ્તારમાં ફરીથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. ગેરકાયદે લારી-ગલ્લા ગેરકાયદે દબાણોનો ચારે ચારે બાજુએથી સફાયો કરાયો હતો. જાહેર રસ્તા પરના કેબીનો, લારી ગલ્લા રૂપી દબાણો દુર કરવાની કામગીરી હાથ દરાઈ હતી. પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક રોડ ખાલી કરાવ્યો હતો અને આ સાથે ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હોય જેથી સ્થાનિક કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ દબાણકર્તાઓને ચીમકી આપી હતી. અને કહ્યુ હતુ કે ધંધો કરો પણ લોકોને અવગાડાતા નહિ પડે એ રીતે કરો. હાલ તો ટ્રાફીકને અડચણરૂપ દબાણો દુર કરી પાલિકા દ્વારા કડક ભાષામાં ચેતવણી અપાઈ હતી.
