સુરત જિલ્લામાં આગામી બોર્ડની પરિક્ષાની તૈયારી
561 જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે
સુરત જિલ્લામાં આગામી બોર્ડની પરિક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. અને 5600 વર્ગ ખંડ તૈયાર કરાયા છે.
સુરત સહિત જિલ્લામાં આગાની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરાઈ છે જેમાં 5600 વર્ગખંડની અંદર પરિક્ષા યોજાશે. દરેક વર્ગખંડની અંદર રહેતા સીસીટીવી કેમેરાની તપાસ કરવા 7 ટીમો બનાવવામાં આવશે. 561 જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ બોર્ડ પરીક્ષાની આયોજન કરાયુ છે. 26 ફેબ્રુઆરી થી પરીક્ષાનો પ્રારંભ થશે. અને કુલ 2.23 લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જે પૈકી 1.61 લાખ વિધાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10 માં 91 હજાર વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45 હજાર વિધાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત 12 સાયન્સ માં 17 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે 40 હજારથી વધુ વિધાર્થીઓ ગુજકેટ સહિતની પરીક્ષા આપશે. રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાં નોંધાયા છે. વિધાર્થીઓ માટે ખાસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે સિટી બસ, બીઆરટીએસ બસની સુવિધા અને ટ્રાયબલ વિભાગ દ્વારા વિધાર્થીઓને લઈ જવા લાવવા 14 જેટલી બિરસામુંડા એક્સપ્રેસ એસટી બસની વ્યવસ્થા કરાશે.
