સુરતમાં વેપાર કરતાં પ્રમોદ ચૌધરીના મોતના કેસમાં નવો વળાંક આવ્યો
પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા
“જો કાપોદ્રા પોલીસએ સમયસર યોગ્ય કાર્યવાહી કરી હોત, તો આજે એ જીવિત હોત.” :પરિવારજનો
સુરતમાં શાકભાજી વેપાર કરતાં પ્રમોદ ચૌધરીના મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. 7 એપ્રિલથી ગુમ થયેલા પ્રમોદ ચૌધરીનો મૃતદેહ અમદાવાદથી મળી આવતા પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યારે પ્રમોદ ચૌધરી ગુમ થયા ત્યારે તરત જ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, છતાં પોલીસએ ગંભીરતાપૂર્વક તપાસ ન કરી. આરોપ મુજબ, ચૌધરીને ધમકી મળી હતી કે એક યુવતીને ભગાડી ગયાના મામલામાં તેમના પર તણાવ હતો. તેમના સાળા દ્વારા આ મામલે દુકાન પર આવી ધમકી આપવામાં આવી હતી કે તેમને ઉઠાવી લઈ જઈશું. આ ઘટનાના અંદાજે 24 કલાક પછી ચૌધરી લાપતા થયા હતા. ત્યારબાદ પરિવારજનો ફરીથી પોલીસ સંપર્કમાં આવ્યા હતા, પણ તપાસની ગતિ અને ગંભીરતાને લઈને તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.કેટલાક દિવસો બાદ પોલીસ દ્વારા ચૌધરીનું મૃતદેહ અમદાવાદમાંથી મળ્યાનું જાણવા મળ્યું હતું, જેનાથી પરિવારને મોટો આઘાત લાગ્યો છે. પરિવારજનોએ જણાવ્યું કે, “જો કાપોદ્રા પોલીસએ સમયસર યોગ્ય કાર્યવાહી કરી હોત, તો આજે એ જીવિત હોત.”