જામનગરમાં પોલીસે 4 ઠગબાજોને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

જામનગરમાં પોલીસે 4 ઠગબાજોને ઝડપ્યા
બેંક ખાતાની કીટ કમિશનથી મેળવી ઠગાઈ આચરતા
5 ચેકબુક, પાસબુક, 9 એટીએમ કાર્ડ, 4 મોબાઈલ ફોન અને 5 લાખ રોકડા

જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસે બેંક ખાતાની કીટ કમિશનથી મેળવીને ઠગાઈ કરતા એક સિન્ડિકેટના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5 લાખ રોકડા, 4 મોબાઈલ ફોન, 9 એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક જપ્ત કરવામાં આવી છે.

જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસે બેંક ખાતાની કીટ કમિશનથી મેળવીને ઠગાઈ કરતા એક સિન્ડિકેટના ચાર આરોપીઓની ધરપકડ કરી છે ઓનલાઈન આર્થિક ઠગાઈના વધતા ગુનાઓને અંકુશમાં લેવા માટે આઈજી દ્વારા કડક કાર્યવાહી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ નિર્દેશોના આધારે, જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ઝાલા અને સાયબર ક્રાઈમના પીઆઈ આઈ.એસ. ધાસુરાની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ કમિશનના આધારે બેંક ખાતાની કીટ મેળવતા હતા. તેઓ રાજ ચંપાવત (મૂળ રાજસ્થાન, હાલ ફિલિપાઈન્સ) અને અન્ય સાયબર કોડ ભરતી ગેંગના સભ્યો સાથે મળીને લોકોને છેતરતા હતા અને છેતરપિંડીથી મેળવેલા નાણાંનો અંગત ઉપયોગ કરતા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ટેકનિકલ એનાલિસિસના આધારે જામનગરના નાના થાવરીયા ગામના હરદેવસિંહ લખુભા કેર, જ્યોતપાર્કના લલિત રમેશ સાંગાણી, ધરારનગર સદગુરુ સોસાયટીના મહમદહનીફ સુલેમાન મોડા અને ન્યુસ્કુલ પાછળ ગોપાલ ભુવન ડેલો ખાતે રહેતા હર્ષ અનિલ જોઇસરની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 5 ચેકબુક, પાસબુક, 9 એટીએમ કાર્ડ, 4 મોબાઈલ ફોન અને 5 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં રાજ ચંપાવત, જે મૂળ રાજસ્થાનનો છે અને હાલ ફિલિપાઈન્સમાં રહે છે, તેની શોધખોળ ચાલુ છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *