દુબઈથી સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય મિલન દરજી ગેંગ
આંતર રાષ્ટ્રીય મિલન દરજી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક
આરોપીને અમદાવાદ એરપોર્ટથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો
દુબઈથી સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય મિલન દરજી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.
સુરતમાં સાયબર ક્રાઈમ આચરતી ટોળકી સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે અગાઉ આંતર રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ આચરતી મિલન દરજી ગેંગ સામે સુરત સાયબર ક્રાઈમની ટીમે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો જે ગુનામાં નાસતા ફરતા મિલન દરજી ગેંગના સાગરીત એવા રજની નારણ કાછડયાને અમદાવાદ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઈમ ની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
