સુરત : આંગણવાડી ભાડાના માકનમાં ચાલતી હોવાને લઈ લોકોનો વિરોધ
નવી આંગણવાડી બનાવી આપવામાં આવે તેવી માંગ
અનેક રજુઆત છતા કોઈ નિવેડો નહીં આવ્યો હોવાનો ખુલાસો
સુરત મનપા સંચાલિત આંગણવાડી ભાડાના માકનમાં ચાલતી હોવાને લઈ કેટલાક લોકોએ વિરોધ કર્યો છે.
સુરત સ્માર્ટ સિટીની સ્માર્ટ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય જેને લઈ કેટલાક લોકોએ વિરોધ કર્યો છે. પડેગા ઈન્ડિયા તો બડેગા ઈન્ડિયા ના સૂત્રને સરકાર પ્રોત્સાહન આપે છે. ત્યારે ઉધના ઉદ્યોગ નગર રોડ નંબર 12 મફત નગરમાં ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે. સુરત શહેરનો ભલે વિકાસ થઈ રહ્યો છે જો કે હજી પણ કેટલીક જગ્યાઓ પર વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. સામાજિક અગ્રણી અને સ્થાનિક લોકો દ્વારા નવી આંગણવાડી બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત રજુઆત કરાઈ હોવા છતા કોઈ નિવેડો આવ્યો નથી તેમ જણાવાયુ હતું.
