અમરેલી વડીયા પંથકમાં શ્વાનોનો આંતકથી લોકો ભયમાં
સિંહ, દીપડા બાદ હવે શ્વાનોના આંતકનો કિસ્સો સામે આવ્યો
અમરેલી વડીયા પંથકમાં શ્વાનોનો આંતકથી લોકોમાં ભય ફેલાયો…..
અમરેલી વડીયા પંથકમાં સિંહ, દીપડા બાદ હવે શ્વાનોના આંતકનો કિસ્સો સામે આવ્યો છે. વડીયા તાલુકાના ખાન ખીજડીયા ગામે શ્વાને બાળકી પર હુમલો કરતા ખેત મજૂરી કરનારની 7 વર્ષની બાળકી પર 3 શ્વાનો તૂટી પડ્યા હતા, વાડી ખેતરમાં રમતી બાળકી પર ત્રણ શ્વાનોએ પિતાની નજર સામે અચાનક હુમલો કરતા શ્વાનોના હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકીનું નીપજયું મોત…ખેત મજૂરની દીકરી અંજના પ્રકાશભાઈનું મોત નીપજતા અરેરાટી વ્યાપી છે અને અગાઉ પણ શ્વાનોએ આવ હુમલાઓ કર્યા છે. શ્વાનોના આંતકથી ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય ફેલાયો છે
