સુરતની વરાછા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતની વરાછા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ
વરાછાના ઉધરસ ભૈયાની ચાલ, પાટીની ચાલમાં પેટ્રોલિંગ
પેટ્રોલિંગ સાથે ડ્રોન દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં તપાસ

સુરતની વરાછા પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વરાછા વિસ્તારમાં આગામી મહાશિવરાત્રીના તહેવારને લઈ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યુ હતું.

સુરતમાં મહાશિવરાત્રીને લઈ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. વરાછા પોલીસ દ્વારા કોમ્બિંગ અને ફુટ પેટ્રોલિંગ કરાયુ હતું. વરાછા વિસ્તારમાં ડીસીપી, એસીપી અને પી.આઈ. સહિત વરાછા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પોતાના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કોમ્બિંગ હાથ ધરી ભાડે રહેતા લોકોના ભાડા કરા, ભારતીય નાગરિક હોવાના પુરાવા તપાસવાની સાથે તંબાકુ બાબતે કેસ કર્યા હતા. તો શંકાસ્પદ લોકોને પણ ચકાસાયા હતાં. વરાછાના ઉધરસ ભૈયાની ચાલ, પાટીની ચાલ જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની સાથે ડ્રોન દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *