પાટીદાર નેતા દિનેશ બાભણીયાની સોશિયલ મીડિયા પોસ્ટ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે કરી પોસ્ટ.
ચૂંટણી રોકવા અને અનામત નીતિને એસસીમાં પડકારી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ચારે તરફ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તે વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આ ચૂંટણીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે ત્યારે શું છે
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે અચાનક જ એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા અને PAAS ના નેતા તરીકે ઓળખાતા દિનેશ બાંભણિયાએ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ અરજી માત્ર ચૂંટણી રોકવા માટે જ નહીં પરંતુ રાજ્યમાં અમલમાં આવેલી 27 ટકા અનામત નીતિને પણ પડકારતી હોવાનું જાણવા મળે છે. દિનેશ બાંભણિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ પગલાની જાહેરાત કરી હતી. તેમની પોસ્ટ બાદ આ મુદ્દો રાજકીય મંચો અને જનમાનસમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અનામતની વર્તમાન વ્યવસ્થા સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને પડકારતી હોવાનું માનવામાં આવે છે તેથી તેની ફરી સમીક્ષા જરૂરી છે.
આ અરજી પર આવતીકાલે એટલે કે 10 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર કોઈ સ્થગિતી આદેશ આપવામાં આવે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે. જો કોર્ટ ચૂંટણીને તાત્કાલિક રીતે રોકવાનો નિર્ણય કરે તો તે રાજ્યના રાજકીય દૃશ્યપટ પર નોંધપાત્ર અસર પાડી શકે છે. 27 ટકા અનામતની નીતિ ગુજરાતમાં લાંબા સમયથી અમલમાં છે અને તે વિવિધ વર્ગોને રાજકીય પ્રતિનિધિત્વમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી આ નીતિ સામે કેટલાક વર્ગોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. દિનેશ બાંભણિયાની અરજી એ અસંતોષને કાનૂની સ્વરૂપ આપતી જણાય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
