નવસારી એસઓજી પોલીસની મોટી કાર્યવાહી,

Featured Video Play Icon
Spread the love

નવસારી એસઓજી પોલીસની મોટી કાર્યવાહી,
અફીણના જથ્થા સાથે એક ઈસમ ઝડપી પડ્યો

નવસારી એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા અફીણના જથ્થા સાથે એક ઈસમ ઝડપી પડ્યો

નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ એસઓજી ટીમે બાતમીના આધારે ચીખલી નહેર સામેથી લાખો રૂપિયાના અફીણના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. પોલીસ દ્વારા આરોપી પાસેથી ૧૫૪.૨૬ ગ્રામ અફીણ, બે નંગ મોબાઈલ ફોન અને ૧૦,૪૦૦ ની રોકડ રકમ મળીને કુલ ૧,૨૨,૫૩૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ચીખલી તાલુકાના સમરોલી ગામમાં રહેતો આરોપી બહાદુરલાલ અંબાલાલ ગુર્જર જે રાજસ્થાનથી અફીણ લાવી અહીં છૂટક વેચાણ કરતો હતો.

આ ગુનામાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી રાજુ ગરાડીયા નામના અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *