સાવરકુંડલામાં નારણ કાછડીયાનું કાર્યાલય ફરી શરૂ
બુધવાર અને શનિવારે પ્રજાના પ્રશ્નો સાંભળશે,
કહ્યું- ‘લોકોને અમરેલી સુધી આવવું પડતું હતું’
અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ સાવરકુંડલામાં પોતાનું કાર્યાલય ફરી શરૂ કર્યું છે. તેઓ દર બુધવાર અને શનિવારે સવારે 10થી 1 વાગ્યા સુધી પ્રજાના પ્રશ્નો સાંભળશે.
અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ સાવરકુંડલામાં પોતાનું કાર્યાલય ફરી શરૂ કર્યું છે. તેઓ દર બુધવાર અને શનિવારે સવારે 10થી 1 વાગ્યા સુધી પ્રજાના પ્રશ્નો સાંભળશે. કાછડીયાએ જણાવ્યું કે તેમનું કાર્યાલય 2009થી કાર્યરત હતું, પરંતુ છેલ્લા એક વર્ષથી અનિયમિત બન્યું હતું. લોકોને અમરેલી સુધી આવવું પડતું હોવાથી તેમણે સાવરકુંડલામાં નિયમિત બેઠક શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
કાર્યાલયના પ્રથમ દિવસે જ ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો, સરપંચો અને સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અનેક લોકોએ વિવિધ પ્રશ્નોની લેખિત રજૂઆતો કરી હતી
નારણ કાછડીયા તેમના સાંસદકાળ દરમિયાન અધિકારીઓને જવાબદાર બનાવવા માટે જાણીતા હતા. જો કોઈ અધિકારી પ્રજાના કામમાં વિલંબ કરતો કે યોગ્ય જવાબ ન આપતો, તો તેઓ તેમને જાહેરમાં ઠપકો આપતા હતા. આ કારણે સ્થાનિક લોકોમાં તેમની લોકપ્રિયતા વધી છે. કાછડીયાએ સ્પષ્ટતા કરી છે કે સાવરકુંડલા ઉપરાંત અમરેલીનું કાર્યાલય પણ કાર્યરત રહેશે. ખેડૂતો, રત્નકલાકારો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો સહિત કોઈપણ વ્યક્તિ તેમની પાસે રજૂઆત કરી શકશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી