દાહોદ બાદ કાલોલમાં મનરેગા કૌભાંડ.
મનરેગા યોજાનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.
કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કર્યા આક્ષેપ.
કામ થયા વગર નાણાં ઉપડ્યાનો આક્ષેપ.
પંચમહાલના કાલોલ તાલુકામાં મનરેગા યોજનામાં કૌભાંડના આરોપ લાગ્યા છે. કાલોલ કોંગ્રેસ તાલુકા પ્રમુખે આ યોજનામાં લાખો રુપિયાની ખાયકી થઇ હોવાના આરોપ લગાવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં ભુતકાળમાં પણ આરોપો લાગેલા હતા અને તેની તપાસ પણ શરુ કરાઇ છે. આ મામલે કેટલાકની ધરપકડ પણ કરાઇ છે ત્યારે કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર ખેરે આરોપ લગાવ્યો છે કે કાલોલ તાલુકામાં પણ આ યોજનામાં મસમોટા ભ્રષ્ટાચાર થયો છે. ભૂપેન્દ્ર ખેરે આરોપ લગાવતા કહ્યું કે યોજનામાં લાખો રૂપિયાની કટકી થઇ છે અને યોજનામાં નિયત કરાયેલા કામો થયા વગર જ નાણાં ઉપડી ગયા છે. તેમણે સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું કે જે કામો થયેલા બતાવ્યા છે તે માત્ર કાગળ પર જ છે પણ સ્થળ પર હકિકત કંઇક અલગ જ છે. યોજનામાં લાખો રૂપિયા ની ખાયકી થઈ છે અને જેમના નામે કામો થયેલા બતાવાય છે તે માત્ર કાગળ પર જ છે. જેથી હવ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે તપાસ કરવી જરુરી છે. આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ થાય તેવી રજૂઆત કરીને કહ્યું છે કે આ મામલે જો ગંભીરતાથી તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ ખુલશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
