માંડવી પોલીસે સરાહનીય કામગીરી કરી
માંડવી પોલીસે ગુમ થયેલી બાળકીને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું.
સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી માત્ર દોઢ વર્ષની બાળકીને માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. પોલીસની આ સરાહનીય કામગીરીથી બાળકીના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, માંડવી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી એક દોઢ વર્ષની બાળકી ગુમ થઈ હોવાની જાણ થતાં જ પોલીસતંત્ર સક્રિય બન્યું હતું. , કરંજ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક દોઢ વર્ષની નાની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. બાળકી નાની હોવાથી બોલી શકતી ન હતી. પોલીસે તાત્કાલિક આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આજુબાજુની દુકાનોના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવા સાથે કરંજ ગામ આવેલ કોમ્પ્લેક્ષોમાં બાળકીના ફોટોગ્રાફ બતાવીને તેના વાલીવારસની શોધખોળ આદરી હતી. પોલીસની સતત અને સઘન પ્રયાસોના અંતે, બાળકીના માતા-પિતાનો પત્તો લાગ્યો હતો. પોલીસે ગુમ થયેલી બાળકીને સહી-સલામત રીતે તેના માતા-પિતાને સુપરત કરી હતી. માંડવી પોલીસની આ ઝડપી અને માનવીય અભિગમ સાથેની કામગીરીની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે…..રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ માંડવી