મહિધરપુરા પોલીસે ચેઈન ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

મહિધરપુરા પોલીસે ચેઈન ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો
રિક્ષામાં મુસાફરોને ગોઠવવાના બહાને કરતો હતો ચોરી
નજર ચુકવી સોનાની ચેઈન અને રોકડ ચોરી કરતો હતો

રીક્ષામાં મુસાફરોને બેસાડી બેસવામાં ફાવતુ નથી તેમ કહી આગળ પાછળ કરી અને ધક્કા મુકી કરી નજર ચુકવી સોનાની ચેઈન અને રોકડની ચોરી કરનાર ચારમાંથી એક રીઢાને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા અને નાયબ પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ એસએ આસનાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પ્રતાપસિંહ અને અહેકો પૃથ્વિસિંહને મળેલી બાતમીના આધારે રીક્ષામાં મુસાફરને બેસાડી ધક્કા મુકી કરી નજર ચુકવી ફરિયાદીના ખિસ્સામાંથી સોનાની ચેઈન અને રોકડ મળી 1 લાખ 5 હજારની ચોરી કરનાર ટોળકીના એક રીઢા એવા અલ્તાફ ઉર્ફે છોટુ શેખને ઝડપી પાડી તસળીયા પાછળ ધકેલી દીધો હતો. તો આરોપીની પુછપરછ કરતા તેની વિરૂદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં પણ ચોરીનો ગુનો નોંધાયો હોવાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *