ગાંધીનગરમાં બાયો સેફ્ટી લેવલ લેબનું ખાતમુહૂર્ત.

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગરમાં બાયો સેફ્ટી લેવલ લેબનું ખાતમુહૂર્ત.
કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહે લેબનું કર્યું ખાતમુહૂર્ત
13 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલ ખુલ્લું મૂક્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 13મી જાન્યુઆરીના રોજ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જનતાને ઉત્તરાયણ પૂર્વે વિકાસની ભેટ આપી છે. આજે માણસાની આર્ટસ કોલેજ સંકુલ ખાતે આશરે 13 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલને તેઓ જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું,

ગાંધીનગરના સેક્ટર-28માં પશુ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવનારા પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. જ્યારે એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ પાસે ગુજરાતની સર્વપ્રથમ અને ભારતની બીજી ‘હાઈ-ટેક બાયો-સેફ્ટી લેવલ-4’ લેબનો પણ શિલાન્યાસ કર્યો. આ લેબ અત્યંત ચેપી વાયરસ અને પશુઓના ગંભીર રોગો પર સંશોધન કરવા માટે સક્ષમ હશે. હાઈટેક બાયો કન્ટેઇનમેન્ટ ફેસીલીટીથી સજ્જ આ લેબ કાર્યરત થતા ગુજરાત પશુ આરોગ્ય અને વેક્સિન ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક નકશા પર અગ્રેસર સ્થાન હાંસલ કરશે. અદ્યતન હાઈ-ટેક લેબ દેશની સ્વાસ્થ્ય સુરક્ષાનું મજબૂત કવચ બનશે: અમિત શાહ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સુવિધાઓથી સજ્જ નવી હાઈ-ટેક લેબ દેશ માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે અને સ્વાસ્થ્ય સુરક્ષાના તમામ પડકારોને ઝીલવા સક્ષમ બનશે. આ લેબ દેશની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો-સેફ્ટી માટે નવી દિશા આપશે. આવનારા સમયમાં તે ભારત માટે સ્વાસ્થ્યનું સુરક્ષિત કવચ બનશે. રાષ્ટ્રના વિકાસમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી એક મજબૂત આધાર બની રહી છે અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે.

હાલ ઘાતક અને સંક્રમિત વાયરસનું જોખમ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આ લેબનું નિર્માણ અત્યંત આવશ્યક બન્યું છે. પશુઓમાંથી માનવમાં ફેલાતી અનેક નવી બીમારીઓને ધ્યાનમાં રાખીને માનવ અને પશુ બંનેની સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ લેબ મહત્વની ભૂમિકા ભજવશે. દેશ હવે સ્વાસ્થ્ય અને સંશોધન ક્ષેત્રે વિદેશ પર નિર્ભર ન રહે તે માટે આ લેબની સ્થાપના કરવામાં આવી રહી છે, જે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. ગાંધીનગરને કરોડોના વિકાસ કામોની ભેટ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરને કરોડોના વિકાસ કામોની ભેટ આપી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *