સુરત જિલ્લાનો કામરેજ-તાપી બ્રિજ પણ જર્જરિત
વરાછાના ધારાસભ્ય કુનાર કાનાણીએ ઉઠાવ્યા સવાલ
કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે: કુમાર કાનાણી
વડોદરામાં હાઈવે પર થયેલા બ્રિજ દુર્ઘટનાને લઈ વરાછાના ધારાસભ્યએ નિવેદન આપ્યુ હતુ અને કામરેજમાં તાપી બ્રિજ પર પતરાની પ્લેટ નાંખી કામ ચલાઉ કામકાજ ચલાવાઈ રહ્યુ હોવાનું જણાવ્યુ હતું.
વડોદરા હાઈવે પર થયેલ બ્રિજ દુર્ઘટના મામલે સુરત વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ નિવેદન આપ્યુ હતું. અને જણાવ્યુ હતું કે સુરતમાં 120 થી વધુ બ્રિજ ની સમારકામ થઈ જતા કોઈ બ્રિજ જર્જરિત નથી. જો કે વડોદરા પાદરા ની ઘટના બાદ સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ ચર્ચામાં આવ્યો છે. કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખી કામ ચલાઉ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતુ કે કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે. આ બ્રિજ પર લોખંડ ની પ્લેટ નાખવામાં આવી છે. શરૂઆત માં આ પ્લેટ એક ફૂટ પહોંળી હતી આજે સાત ફૂટ પહોળી થઈ ગઈ છે. આ બ્રિજ પર પ્લેટ બે ફૂટ ઊંચી નીચી થાય છે જેનાથી દુર્ઘટના થઈ શકે છે. બ્રિજ પર મોટું ગાબડું હોવા છતાં કોઈ ઓથોરિટી કામગીરી કરતી નથી. અને બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યા ત્યાં બે સ્લેબ વચ્ચે લોખંડ ની પ્લેટ મુકવામા આવી છે જે અકસ્માત નોતરી શકે છે તેમ કહ્યુ હતું.
