સુરતના નાસીરનગર ડિમોલેશન મામલે ટિપ્પણી કરવી યોગ્ય નથી
ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠક દરમિયાન
પત્રકારોના સવાલોના જવાબમાં વારંવાર એક જ વાત દોહરાવી
સુરતના નાસીરનગર ડિમોલેશન મામલે રાજકીય અને સામાજિક ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠક દરમિયાન પત્રકારોના સવાલોના જવાબમાં તેમણે વારંવાર એક જ વાત દોહરાવી કે મામલો હાલ હાઇકોર્ટમાં વિચારાધીન હોવાથી તેના પર વધુ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે સંકલન બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય અરવિંદ રાણાને પત્રકારોએ અનેક સવાલો પૂછ્યા હતા. જોકે દરેક સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ હાઇકોર્ટમાં ચાલી રહેલો મામલો છે અને તેના પર જાહેર ચર્ચા કરવી યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે નાસીરનગર મુદ્દે આજે કોઈ વિશેષ બેઠક યોજાઈ નથી. ડિમોલેશન બાદ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હોવાના પ્રશ્ન પર પણ અરવિંદ રાણાએ કહ્યું કે લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે અને આખરે ન્યાયપાલિકા જે નિર્ણય કરશે તે સૌને માન્ય રહેશે.
