સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
સિટીલાઈટ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં આગ
રૂંગટા પ્રોજેક્ટની નવી બંધાઈ રહેલી બિલ્ડીંગમાં અચાનક આગ
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સિટીલાઈટ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં આગ લાગત ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરનતા સિટીલાઈટ વિસ્તારમાં આગની ઘટના બની હતી. સિટીલાઈટમાં આવેલા રૂંગટા પ્રોજેક્ટની નવી બંધાઈ રહેલી બિલ્ડીંગમાં અચાનક આગ લાગી હતી. જેને લઈ આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમતે આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.
