સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
પાંડેસરા બાટલીબોય ચાર રસ્તા પાસે બેફામ વાહન ચાલક
વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુ

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા બાટલીબોય ચાર રસ્તા પાસે બેફામ વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુ હતું.

સુરતમાં વારંવાર અકસ્માત થઈ રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા બાટલી બોય ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટ લેતા રાહદારીનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક 35 વર્ષિય હર્ષપાલ હોવાનુ સામે આવ્યુ હતું. અને તે નોકરીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *