સુરતના ઉમરા વિસ્તારમાં શાળાના ભવનનું લોકાર્પણ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ભવનનું લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયુ
સુરતના ઉમરા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ભવનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.
સુરત શહેરમાં વધુ એક સરકારી શાળાનુ લોકાર્પણ કરાયુ છે. સુરતના ઉમરા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 03ના ભવનનુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કર્યું કરવામાં આવ્યુ હતું. તો શાળાનુ લોકાર્પણ કર્યા બાદ હર્ષ સંઘવી ક્લાસમાં જઈ વિદ્યાર્થીઓ સાથે મળ્યા હતા અને હર્ષ સંઘવી દ્વારા સ્વછતા રાખવા વિદ્યાર્થીઓને અપીલ કરાઈ હતી.
