સુરતમાં રોકાણકારોને લાલચ આપી છેરપીંડી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રોકાણકારોને લાલચ આપી છેરપીંડી
1.3 ટકા રીટર્ન રોજના કમ્પાઉન્ડીંગ વ્યાજ સાથે 54 દિવસમાં બે ગણુ
નિરજસિંહ ઘનશ્યામસિંહ રાજપુતને ઝડપી પાડ્યો

સુરતમાં બીજી વેલ્થ સેરીંગ નામની કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી રોકાણકારોને તેના રોકાણ પર 1.3 ટકા રીટર્ન રોજના કમ્પાઉન્ડીંગ વ્યાજ સાથે 54 દિવસમાં બે ગણુ થઈ મળશે તેવી વાતો કરી લોકોને ઠગનાર ટોળકીની ઓફિસ પર સાયબર ક્રાઈમે દરોડા પાડી ત્યાંથી એકને ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિતનાઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ ડીસીપી બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમે બમરોલી રોડ પર ભાટીયા કોમ્પલેક્ષ ખાતે દરોડા પાડ્યા હતા જ્યાં અંશ એન્ટરપ્રાઈઝની આડમાં બીજી વેલ્થ સેરીંગ કંપનીના નામે ટ્રેડિંગ કરી ઈન્વેસ્ટમેન્ટ કરવાથી વધુ નફો આપવામાં આવશે તેવી લોભ લાલચ આપી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરનારા ટોળકીના એક નિરજસિંહ ઘનશ્યામસિંહ રાજપુતને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપી અન્ય આરોપીઓ અજયસિંહ ઉમાશંકર રાજપુત અને અલાઉદ્દીન તથા ઈમરાન વોરા અને સુપારસ શેઠીયા સાથે મળી લોકોને 100 ડોલરના રોકાણ કરવાથી 54 દિવસમાં નાણા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ આચરતા હોવાની કબુલાત કરી હતી. હાલ તો સાયબર ક્રાઈમે આરોપીની ઓફિસમાંથી મોબાઈલ, રોકડા રૂપિયા 3.71 લાખ તથા અન્ય મત્તા મળી 3.93 લાખથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *