સુરતમાં ફરી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો
માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ
માતાનું મોત, પુત્રની હાલત ગંભીર

સુરતના લસકાણા ખાતે માતાએ દીકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા માતાનુ મોત થયુ હતુ જ્યારે દિકરાની હાલત ગંભીર છે.

સુરતમાં ફરી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે જેમાં લસકામા વિસ્તારમાં દીકરાને ઝેરી દવા પીવડાવી માતાએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં માતાનું મોત નિપજ્યુ હતું. જ્યારે દીકરાની હાલત ગંભીર છે. તો સામુહિક આપઘાતનુ કારણ હાલ અકબંધ છે. બનાવની જાણ થતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા 34 વર્ષિય મહિલાએ સાત વર્ષના પુત્રને ઝેર પિવડાવ્યા બાદ પોતે પણ ઝેર પી લીધુ હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *