બારડોલી નગરપાલિકામાં નીલમબેન વ્યાસ પ્રમુખ, મીનેશ પટેલ ઉપપ્રમુખ બન્યા
નવનિર્વાચિત સભ્યોની પ્રથમ સામાન્ય સભા ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ
ભાજપના સત્તાવાર મેન્ડેટ આધારે હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ
બારડોલી નગરપાલિકામાં ભાજપનું શાસન. આજે મળેલ પ્રથમ સભા માં પ્રમુખ તરીકે નીલમ વ્યાસ અને ઉપપ્રમુખ પદે મીનેશભાઈ પટેલ ની બિનહરીફ ચૂંટાયા હતા.
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ બાદ આજે સુરત જિલ્લા ની બારડોલી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી હતી. નવી ટર્મના વિજેતા સભ્યોની આ પ્રથમ બેઠકમાં શાસક પક્ષ ભાજપ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે આગામી અઢી વર્ષ માટે પાલિકાના સુકાનીઓ અને વિવિધ મહત્વના હોદ્દાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી અઢી વર્ષ માટે ભ્રમ સમાજ માંથી આવતાં નીલમબેન વ્યાસ પર પક્ષે ભરોસો મૂકી પ્રમુખ પદે જ્યારે મીનેશ પટેલ ને ઉપપ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી.
2 પ્રમુખ ઉપપ્રમુખ પદ નીં ચૂંટણી માં વિપક્ષ તરફ થી કોઈ ફોર્મ ન ભરાતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી. ઉપપ્રમુખ પદે મીનેશ પટેલ બિન હરીફ વિજેતા થયાં હતાં. જ્યારે પક્ષ તરફ થી આવેલ મેન્ડેટ મુજબ કારોબારી અધ્યક્ષ પદે ચર્ચાસ્પદ જેનિષ ભંડારી ની ઔપચારિક જાહેરાત પણ કરાઈ હતી. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અનુભવી અને ક્ષત્રિય સમાજ ના આગેવાન અમરસિંહ સોલંકી ની નિયુક્તિ કરવામાં આવી હતી…..
