પીએમ મોદીની અપીલ બાદ વીએનએસજીયુ દ્વારા મહત્વનો નિર્ણય

Featured Video Play Icon
Spread the love

પીએમ મોદીની અપીલ બાદ વીએનએસજીયુ દ્વારા મહત્વનો નિર્ણય
સ્ટાફ કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સુચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને લઈ વીએનએસજીયુ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે અને સ્ટાફ કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સુચના આપી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન ના પગલે વીએનએસજીયુ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. પીએમ મોદીના આહવાન ને પગલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાતની યુનિવર્સિટીઓને પત્ર લખાયો હતો અને ઈંધણ બચતમાં સહભાગી બનવા અપીલ કરી હતી. પીએમ મોદી અને રાજ્યપાલની અપીલના પગલે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ મહત્વનો નિર્ણય કર્યો છે. વીએનએસજીયુની મોટાભાગની વ્યવસ્થાઓ ઓનલાઈન કરવામાં આવી છે. પેરા મેડિકલની ટેસ્ટ પરીક્ષા પણ ઓનલાઈન કરવામાં આવી છે. કોરોના કાળની જેમ જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ટેસ્ટ આપશે. વિદ્યાર્થીઓ સ્ટાફ કર્મચારીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે માટે સૂચના પણ અપાઈ છે. નજીકમાં રહેતો લોકો સાયકલનો ઉપયોગ કરે, ઉપરાંત પગપાળા ચાલી કચેરીએ આવે તે માટેની પણ સૂચના આપી છે.

યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જાતે નિર્ણય કર્યુ હતુ અને તેઓએ પોતે પણ યુનિવર્સિટીની ઓફિસે પગપાળા ચાલીને આવવાનો નિર્ણય કર્યો છે. દેશ હિતમાં નિર્ણય લઈ વિદેશી હૂંડિયામણમાં સહભાગી થવા નિર્ણય કર્યો છે તો મોટાભાગની કામગીરી વર્ક ફ્રોમ હોમથી કરવા તાકીદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *