સુરતમાં ફરી બાળ મજુરી સામે આવી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી બાળ મજુરી સામે આવી
86 બાળકોને બાળ મજુરીમાંથી રાજ્ય બાળ આયોગની ટીમે ઉગાર્યા
માત્ર 5 હજાર માટે સાડીમાંથી દોરા કાપવા અને મશીન ચલાવતા

સુરતમાં ફરી બાળ મજુરી સામે આવી છે જેમાં 86 બાળકોને બાળ મજુરીમાંથી રાજ્ય બાળ આયોગની ટીમે ઉગાર્યા હતાં. આરોપી કારખાનેદારો દ્વારા માત્ર 5 હજાર માટે સાડીમાંથી દોરા કાપવા અને મશીન ચલાવવાનુ જોખમી કામ બાળકો પાસે કરાવાતુ હતું.

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ અને રાજ્ય બાળ આયોગની ટીમે આજે 13 મેએ બુધવારે સંયુક્ત કાર્યવાહી કરીને સુરતની અલગ-અલગ ફેક્ટરીમાંથી 86 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા છે. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના હોવાનું સામે આવ્યું છે. જેમની પાસે મહિનાના 5થી 8 હજારમાં આખો મહિનો શોષણ કરાતું હતું. પુણા અને રાજસ્થાનની ઉદયપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બાળકોને બાળ મજૂરીની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. આ તમામ બાળકો છેલ્લા બે મહિનાથી અહીં મજૂરી કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં પોલીસે બાળકોને નરક જેવી સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા. રાજસ્થાનથી આવેલી 20 સભ્યની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી હતી. અહીં સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે 6 જેટલા લોકેશન પર પુણા પોલીસને સાથે રાખી એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી આ ટીમો આદિવાસી બાળકોને મજૂરીએ ધકેલવાના નેટવર્ક પર નજર રાખી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *