સુરત : ઉભેલા ટેમ્પા સાથે આઈસર ચાલકે અકસ્માત સર્જ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત : ઉભેલા ટેમ્પા સાથે આઈસર ચાલકે અકસ્માત સર્જ્યો
અકસ્માત સર્જી ભાગી રહેલા ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સચીન નવસારી રોડ પર ઉભેલા ટેમ્પા સાથે આઈસર ચાલકે અકસ્માત સર્જ્યો હતો તો અકસ્માત સર્જી ભાગી રહેલા ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો.

સુરતમાં અકસ્માતના બનાવો રોજેરોજ સામે આવે છે. ત્યારે સુરતના સચીન વિસ્તારમાં સચીન નવસારી મેઈન રોડ પર પાર્ક એક ટેમ્પાને બેફામ આઈસર ટ્રકના ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. સુરત મનપા દ્વારા બેરિકેડ લગાડવાનુ કામ ચાલી રહ્યુ હતુ તે સમયે જ રોડ સાઈડે પાર્ક ટેમ્પા સાથે આઈસરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો તો અકસ્માત બાદ આઈસર ચાલક ભાગી રહ્યો હોય જેને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *