ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે

Featured Video Play Icon
Spread the love

ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે
ડાયમંડ બુર્સમાં આયોજીત સન્માન સમારોહમાં ભાગ લીધો
નાના વેપારીઓએ નજીવા ભાડામાં ઓફિસો શરૂ કરી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે પહોંચ્યા હતાં. ડાયમંડ બુર્સમાં આયોજીત સન્માન સમારોહમાં ભાગ લેવા માટે હર્ષ સંઘવી ડાયમંડ બુર્સ પહોંચ્યા હતાં.

સુરતમાં બનેલા ડાયમંડ બુર્સમાં હિરા વેપાર શરૂ કરવા માટે અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે રવિવારના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે પહોંચ્યા હતાં. સુરત ડાયમંડ બુર્સ દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાગ લઈ હિરા વેપારીઓની ઓફિસોની મુલાકાત લીધી હતી. જ્યાં નાયબ મુખ્યમંત્રીએ કરેલી અપિલ બાદ અનેક વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી હોય અને હવે નાના વેપારીઓએ નજીવા ભાડામાં ઓફિસો શરૂ કરી દેતા ડાયમંડ બુર્સ હર્ષ સંઘવીનુ સન્માન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *