અમરેલીમાં ભારે વરસાદથી મોટાભાગના જળાશયો છલકાયા.

Featured Video Play Icon
Spread the love

અમરેલીમાં ભારે વરસાદથી મોટાભાગના જળાશયો છલકાયા.
10 જળાશયો માંથી છ જળાશયો છલોછલ ભરાઈ ગયા

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી મોટાભાગના જળાશયો છલકાયા….

અમરેલી જિલ્લાના 10 જળાશયોમાંથી છ જળાશયો છલોછલ ભરાઈ ગયા છે, અમરેલી જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી નદી પર આવેલ ખોડીયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. અમરેલીના ભાગોળે આવેલ ઠેબી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધાતરવડી 1 ડેમ 0.75 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે….

ખાંભાના બારમણ ગામ નજીક આવેલ રાયડી ડેમ ઓવર ફલો થતા 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. સુરજવાડી ડેમ 0.30 મીટર ઓવર ફ્લો થઈ રહ્યોં છે. રાજુલાના ધાતરવડી 2 ડેમના 10 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *