બનાસકાંઠા ધાનેરાના ભાટીબની ગ્રામ પંચાયત જર્જરિત.
કર્મચારીઓ અને અરજદારો ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબૂર.
ગ્રામ પંચાયત 2017 થી જર્જરિત હાલતમાં હોવાના આક્ષેપ.
બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામની ગ્રામ પંચાયત અતિ જર્જરિત બની છે. પંચાયતના મકાનનો સ્લેબ એટલો જર્જરિત બન્યો છે કે વરસાદનું સીધું પાણી કચેરીમાં ટપકી રહ્યું છે. તેના કારણે ચાલુ વરસાદે કર્મીઓ પ્લાસ્ટિક ઓઢી ફરજ બજાવતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પરંતુ પંચાયતનું મકાન રીનોવેશન કરવા કે નવું બનાવવાનું તંત્રને ન સુજતા સ્થાનિકોમાં રોસ ભભુક્યો છે.
વીઓ :સરકારના વિકાસના દાવાઓ બનાસકાંઠા જિલ્લામાં પોકળ સાબિત થઇ રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાટીબ ગ્રામ પંચાયત એટલી જર્જરીત બની કે વરસાદનું સીધું પાણી પંચાયતના મકાનના સ્લેબમાંથી સીધું પંચાયત કચેરીમાં ટપકી રહ્યું છે. જોકે આ મકાન આજે જર્જરીત નથી બન્યું વર્ષોથી આ મકાન અતિ જર્જરીત સ્થિતિમાં છે. સ્થાનિકોએ અનેક જગ્યાએ રજૂઆત કરી મકાનનું રીનોવેશન કરવામાં આવે અથવા તો નવું મકાન બનાવવામાં આવે તેવી માંગ તો કરાઈ છે પરંતુ આજ દિન સુધી આ મકાનનું નવીનીકરણ નથી થયું અને તેને જ કારણે કચેરીમાં ફરજ બજાવતો સ્ટાફ વર્ષોથી ભારે હાલાકી નો સામનો કરી રહ્યો છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કચેરીમાં સરકારી કામ અર્થે આવતા અરજદારો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. તેમ છતાં વિકાસને વરેલી આ સરકારના તંત્રને હજુ સુધી આ કચેરીનું રોનોવેશનનો સમય જ નથી મળ્યો અને તેને જ કારણે વરસાદની સ્થિતિમાં લોકો હાલાકી ભોગવવા મજબુર બન્યા છે.
જોકે કચેરીમાં કામ અર્થે આવતા અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનું કહ્યું છે કે અમારા વિસ્તારમાં જો એક કલાક વરસાદ આવે તો કચેરીની અંદર પાંચ કલાક સુધી પાણી ટપકે જાય છે. આ કચેરી આજકાલની નહીં પરંતુ વર્ષ 2015 થી આવી ગંભીર સ્થિતિમાં છે. અનેક વખત રજૂઆત કરી આ કચેરીનું નવીનીકરણ કરવા માંગ પણ કરાવી છે, પરંતુ હજુ સુધી આ કચેરીનું નવીનીકરણ નથી કરાયું અને તેને જ કારણે સરકારના વિકાસના દાવાઓ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. જોકે છેલ્લા દસ વર્ષથી સરકાર પાસે પંચાયતનું મકાન બનાવવા મિટ માંડી રહેલા આ ગામના ગ્રામજનો આજે પણ સરકારને આજીજી કરી રહ્યા છે કે સરકાર જાગે અને ગામમાં પંચાયતના જર્જરિત મકાનને કારણે મોટી જાનહાની સર્જાય તે પહેલા મકાન નવું બનાવે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
