સોનગઢ એલપીજી એજન્સી દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરાઈ

Featured Video Play Icon
Spread the love

સોનગઢ એલપીજી એજન્સી દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરાઈ: સ્ટોક પૂરતો હોવાથી ગભરાવાની જરૂર નથી, અફવાઓથી દૂર રહેવા એજન્સીની અપીલ

સોનગઢ, તાપી: છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરને લઈને ફેલાયેલી વિવિધ અફવાઓ વચ્ચે સોનગઢ LPG એજન્સી દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. એજન્સીની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું છે કે તાલુકામાં ગેસનો પુરવઠો (Stock) પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમિત રીતે ચાલી રહી છે. એજન્સીના સંચાલકોએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને સમયસર સિલિન્ડર મળી રહે તે માટે એજન્સી કટિબદ્ધ છે. જે લાઈનો જોવા મળી રહી છે તે માત્ર બુકિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાના ભાગરૂપે છે. એજન્સી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે દરેક ગ્રાહકને ક્રમશઃ અને યોગ્ય રીતે બાટલાનું વિતરણ કરવામાં આવે, જેથી કોઈને અન્યાય ન થાય. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ‘યુદ્ધ’ કે ‘અછત’ અંગે જે વાતો વહેતી થઈ છે, તેને એજન્સીએ પાયાવિહોણી ગણાવી છે. એજન્સીએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે કે કંપની તરફથી પુરવઠો સતત મળી રહ્યો છે, તેથી ‘પેનિક બુકિંગ’ કરવાની જરૂર નથી. જો ગ્રાહકો સંયમ રાખીને બુકિંગ મુજબ સહકાર આપશે, તો લાંબી લાઈનોની સમસ્યા પણ આપોઆપ હલ થઈ જશે. એજન્સીના સ્ટાફ દ્વારા સતત વધારાની કામગીરી કરીને પણ ગ્રાહકોને સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખેતીકામ કરતા ગ્રામજનોને વહેલી તકે સેવા મળે તે માટે પણ એજન્સી આગામી દિવસોમાં વ્યવસ્થા વધુ ઝડપી બનાવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *