સુરત જિલ્લાના માંડવી-ખેડપુર રોડ પર ગરેડીયા બ્રિજનું કામ
બ્રિજના કામને પગલે આજથી ટ્રાફિક ડાયવર્ઝન
10 જાન્યુઆરીથી તેનો અમલ કરાશે
વાહન ચાલકોએ તરસાડા થઈને પસાર થવા વૈકલ્પિક માર્ગ
માંડવી તાલુકામાં ગરેડીયા બ્રિજના પુનઃનિર્માણની કામગીરીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા 10 જાન્યુઆરી થી ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યું છે.
માંડવી-ખેડપુર- રોડ પર આવેલા ગરેડીયા બ્રીજની કામગીરી લાંબો સમય ચાલવાની હોવાથી વાહનચાલકોએ તરસાડા થઈને પસાર થતા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. આ ડાયવર્ઝન 7 જાન્યુઆરી 2026 થી શરૂ થઈને 11 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે સુરત જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ વિજય રબારીના આદેશ અનુસાર, જે-તે સ્થળોએ ડાયવર્ઝન દર્શાવતા બોર્ડ લગાવવાની જવાબદારી કાર્યપાલક ઈજનેરની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માંડવી અને આસપાસના વિસ્તારના વાહન ચાલકોને અપીલ છે કે તેઓ આ સમયગાળા દરમિયાન સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરે જેથી ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય. તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ માંડવી-ખેડપુર-વરજાખણ રોડ પર તમામ પ્રકારના નાના-મોટા અને માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. ગરેડીયા બ્રિજનું નવું બાંધકામ અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિર્ણય લેવાયો છે. વૈકલ્પિક માર્ગો નીચે મુજબ જણાવવા વવામાં આવ્યા છે. કીમ-અરેઠ માર્ગના વાહન ચાલકોએ ખેડપુર ત્રણ રસ્તા તાપી બીજથી તરસાડા બાયપાસ રોડ તાપી નવા બ્રીજ ધોબણી નાકા થઈ. ઝંખવાવ – નેત્રંગથી અરેઠ – કીમ ઝંખવાવ – નેત્રંગ રોડ – ધોબણી નાકા – તાપી નવા બ્રીજ તરસાડા બાયપાસ રોડ તાપી બીજ – ખેડપુર ત્રણ રસ્તા થઈને બારડોલી – કડોદથી ઝંખવાવ – નેત્રંગ બારડોલી – કડોદ રોડથી તરસાડાબાયપાસ રોડ – તાપી નવા બ્રીજ – થોબણી નાકા થઈને વ્યારા – મઢી તરફથી કીમ—અરેઠ તરસાડા બાયપાસ રોડ – તાપી નવા બ્રીજ – ખેડપુર ત્રણ રસ્તા થઈને…
