સુરતના ગોડાદરામાં રૂપિયા માટે મિત્રની મુઢ માર મારી હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના ગોડાદરામાં રૂપિયા માટે મિત્રની મુઢ માર મારી હત્યા
હત્યારાઓ શિવા સહિત બેને ઝડપી પાડ્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં રૂપિયા માટે મિત્રની મુઢ માર મારી હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી હાલમાં જ હત્યાના ગુનામાં જામીન પર આવ્યો હોવાનુ પોલીસે જણાવ્યુ હતું.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ મીડા સ્કવેર પાસે પૈસાની લેતી દેતી મામલે ઉધના ખાતે રહેતા શોએબ શેખની તેના જ મિત્ર શિવા સહિતનાઓએ ઢોર મારમારી હત્યા કરી નાંખી હતી. તો બનાવને લઈ ગોડાદરા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ તપાસ કરતા અન્ય એક ઈસમ પણ ગુમ હોય જેની તપાસ કરતા તે લિંબાયત ખાતે રહેતો ઈદરીશ હોવાનુ સામે આવ્યુ હતુ જો કે તે પણ મળી આવતા તેને પણ મુઢ માર મરાયો હોય જેથી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બીજી તરફ તપાસ કરી રહેલી પોલીસે હત્યારાઓ શિવા સહિત બેને ઝડપી પાડ્યા હતાં અને પુછપરછ કરતા રૂપિયા મામલે હત્યા કરી હોવાનુ સામે આવ્યુ હતું. તો આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોય જે અંગે ડીસીપી ઝોન 2એ વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *