જૂનાગઢજીઆઈડીસી-૨માં પ્લાસ્ટિકના કારખાનામાં આગ

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢજીઆઈડીસી-૨માં પ્લાસ્ટિકના કારખાનામાં આગ
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન.
3 ફાયર ટેન્ડર દ્વારા 52,000 લિટર પાણીનો ચલાવાયો મારો.

જૂનાગઢ શહેરના GIDC-2 વિસ્તારમાં આજે વહેલી સવારે એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

જૂનાગઢ શહેરના GIDC-2 વિસ્તારમાં ઇલ્યાઝભાઈના માલિકીના પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી કામગીરી શરૂ કરતા એક મોટી હોનારત ટળી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ કોર્પોરેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીના માર્ગદર્શન હેઠળ 10 થી 15 ફાયર જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 3 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા અંદાજે 52,000 લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે. અત્યારે ફાયર ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ઘટનાને પગલે GIDCના ઉદ્યોગકારોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકારોની માગ છે કે, GIDC વિસ્તારમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અહીં સ્થાનિક સ્તરે જ એક ફાયર સ્ટેશન હોવું અત્યંત અનિવાર્ય છે. હાલમાં ફાયર બ્રિગેડને છેક ગિનાર દરવાજા પાસેથી ટ્રાફિક વચ્ચે આવવું પડે છે, જેમાં કિંમતી સમયનો વેડફાટ થાય છે. જો GIDCમાં જ અલાયદું ફાયર સ્ટેશન હોય તો આગની ઘટનામાં ત્વરિત પ્રતિસાદ આપી મોટા નુકસાનને રોકી શકાય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *