નિઝર-કુકરમુંડા રોડ પર બે બાઇક વચ્ચે ભીષણ અકસ્માત,
અકસ્માતમાં બાળક સહિત 6 લોકો ઘાયલ
તાપી જિલ્લામાં માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. નિઝરના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ જતા મુખ્ય માર્ગ પર બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાળક સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ અકસ્માત કવઠા ગામની સીમમાં તાપી નદીના પુલ પાસે સર્જાયો હતો. બે બાઇક સવાર યુવાનો સામસામે પૂરઝડપે આવી રહ્યા હતા, તે દરમિયાન કાબૂ ગુમાવતા બંને બાઇકો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને બાઇક પર સવાર લોકો રોડ પર ફંગોળાયા હતા. ઇજાગ્રસ્તોની સ્થિતિ આ કરુણ અકસ્માતમાં બંને બાઇક પર સવાર પાંચ યુવાનો અને એક નાનું બાળક ગંભીર રીતે ઘાયલ થયા છે. બાઇકની પાછળ બેઠેલા લોકોને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તાત્કાલિક સારવાર માટે અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.ત્યારે ડી વાય એસ પી ઈશ્વરભાઈ પરમાર સાહેબ કહે છેકે વધુ ઝડપી બાઈક લઈને જતા લોકો ને અપીલ કરતા જણાવ્યું કે વધુ ઝડપી બાઈક ચલાવી પોતાનો જીવ ગુમાવી શકો છો અને ઘરના લોકો પણ હેરાન થઈ શકે છે જેથી સુરક્ષિત હેલ્મેટ પહેરી શાંતિ પૂર્વક ગાડી ચલાવી જોઈએ
