દેશભરમાં આવનાર દિવસોમાં દશા માં વ્રત

Featured Video Play Icon
Spread the love

દેશભરમાં આવનાર દિવસોમાં દશા માં વ્રત
દશા માંની મૂર્તિ વેચાણ અને મૂર્તિકારોનો તૈયારીને અંતિમ ઓપ

આવનાર દિવસોમાં દશા માં વ્રત શરૂ થનાર છે. ત્યારે આ વખતે સુરત જિલ્લાના બારડોલી પંથકમાં દશા માંની મૂર્તિ વેચાણ અને મૂર્તિકારો તૈયારીને અંતિમ ઓપ આપી દેવાયો છે.

આગામી દિવસો માં દશામાં ના વ્રત શરૂ થઈ રહ્યા છે. ત્યારે બારડોલી પંથક માં મૂર્તિ કારો માં ચહલપહલ જોવા મળી રહી છે. બારડોલી ના તાજપોર ખાતે આવેલ મૂર્તિ ભંડાર માં બે માસથી મૂર્તિકારો મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં રંગત પકડી છે. આ વખતે તહેવારો ઉજવવા ન આશા લોકોમાં જાગી છે. જેથી માતાજીની મૂર્તિ બનાવતા મૂર્તિકારો તૈયારી માં લાગી ગયા છે. અને તૈયારીને અંતિમ ઓપ આપી રહ્યા છે.

મૂર્તિકારો એ આ વખતે મૂર્તિ તો બનાવી રહ્યા છે. પરંતુ દશા માં ના વ્રત ને લઈ ને વ્યાપારી ઓ પણ મૂર્તિ વેચાણ માટે ફરી બારડોલી પંથક માં સ્ટોલ લગાવી દીધા છે. ગત વર્ષ કરતા મૂર્તિ ના મટીરીયલ માં પણ 10 થી 12 ટકા સુધી નો વધારો જોવા મળ્યો છે. અને જેની અસર મૂર્તિ ના ભાવો પર જોવા મળી રહી છે. બીજી તરફ ભાવો ગમે તે હોય પણ ભકજનો એજ આસ્થા સાથે મૂર્તિઓ નું ઘરે સ્થાપન કરતા આવ્યા છે.

બારડોલી ના તાજપોર નજીક બંગાળી પરિવારો સ્થાયી થયાં છે. કે જેઓ વર્ષ દરમિયાન મૂર્તિ બનાવવા ના વ્યવસાય માજ જોતરાયેલા રહે છે. અને તેઓ ના 30 થી વધુ પરિવારો નું ગુજરાન આ વ્યવસાય ઉપર ચાલે છે. આ વખતે મૂર્તિઓ ના રો મટીરીયલ માં પણ ભાવો વધી ગયા છે. છતાં લોકો નો ઉત્સાહ યથાવત રહેતા આ વખતે 20 હજાર થી વધુ મૂર્તિઓ બનાવવા માં આવી છે. જે મૂર્તિઓ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ના રાજ્યો માં જાય છે. અને મૂર્તિઓ નું વેચાણ કરે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *