સુરતના પાલમાં ચપ્પુ બતાવી ખંડણી

Featured Video Play Icon
Spread the love

સુરતના પાલમાં ચપ્પુ બતાવી ખંડણી
બિલ્ડર પાસેથી 5 લાખની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
આરોપીઓ દેવ અનિલ પટેલ, યશ રાજેશ બારૈયા અને યશ દિનેશ ગલચર

સુરતના પાલમાં ચપ્પુ બતાવી બિલ્ડર પાસેથી 5 લાખની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓને પાલ પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર સૈફાલી બારવાલ સહિતનાઓની સુચનાને લઈ પાલ પીઆઈ બીએ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમાર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ચેતનભાઈને મળેલી બાતમીના આધારે અહેકો વેલાભાઈ, અહેકો નરેન્દ્રસિંહ અને શૈલેષભાઈએ સંયુક્ત ટીમ બનાવી બિલ્ડર પાસેથી ચપ્પુની અણીએ પાંચ લાખની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓ દેવ અનિલ પટેલ, યશ રાજેશ બારૈયા અને યશ દિનેશ ગલચરને ઝડપી પાડી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *